મોરબી : માળીયામાં મીઠું બનાવતી દેવ સોલ્ટ કંપની ખાતે આજે સવારે ક્લોરિંગ ગેસ લીકેજ થતા દોડધામ મચી ગઇ હતી. આ બનાવને પગલે એન.ડી.આર.એફ., પોલીસ, જીપીસીબી સહિતના તંત્રની ટીમ સ્થળે પહોંચીને રાહત અને બચાવની કામગીરી કરી હતી. જો કે આ એક મોકડ્રિલ હોવાનું બહાર આવતા સૌએ રાહતનો દમ લીધો હતો. માળીયામાં મીઠું ઉત્પાદન કરતી દેવ સોલ્ટ કંપની ખાતે આજે સવારે 11 કલાકે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઓફસાઇટ મોકડ્રીલ હાથ ધરવામાં આવી હતી. જેમાં દેવ સોલ્ટના પરિસરમાં ક્લોરિન ગેસ લીકેજ હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું. બાદમાં તેઓએ જિલ્લા વહીવટીતંત્ર સાથે તેનું સંકલન કર્યું હતું. આ બનાવને પગલે એન.ડી.આર.એફ, પોલીસ, 108, જીપીસીબી, ગુજરાત ગેસ, પ્રાંત કચેરી માળીયા, મામલતદાર કચેરી માળીયા, જીલ્લા પંચાયત સહિતના તંત્રની ટીમ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી ગઈ હતી અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ ઓફસાઇટ મોકડ્રીલને સફળતાપૂર્વક પૂર્ણ થઈ હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..