વાંકાનેર : વાંકાનેર નેશનલ હાઇવે ઉપર એક મેટાડોરે હડફેટે લેતા બાઇક ઉપર જઈ રહેલા યુવક, તેના પિતા અને બાળકીને ઇજા પહોંચી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે બાઇક ચાલકે મેટાડોર ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં મુસ્તાક મોહમદ ઉસ્માનભાઇ શેરસીયા ઉ.વ. 33 રહે. કોઠી તા.વાંકાનેરવાળાએ ફરિયાદ નોંધાવી હતી કે તેઓ પોતાનુ હોન્ડા સાઇન મો.સા. રજી નં. જી.જે-૦3-ઇ.એસ.-7719 વાળુ લઇને કોઠી થી મહિકા જતા હતા ત્યારે કોઠી બસ સ્ટેન્ડ સામે ડીવાઇડર પાસે પહોંચતા પાછળથી આઇસર નં. જી.જે.-૦1-ઇ.ટી.-2719 ના ચાલકે પાછળથી મો.સા. સાથે ભટકાડી મો.સા.ના ચાલકને સામાન્ય ઇજા કરી તેના પિતા ઉસ્માનભાઇને જમણા પગે ફેક્ચર કરી તથા શરીરે સામાન્ય ઇજા કરી તથા દીકરી લીજાબેન ઉ.વ. 10ને જમણા પગે ફેક્ચર કરી તથા શરીરે સામાન્ય ઇજા પહોંચાડી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..