શ્રાવણના સોમવારે જ જન્માષ્ટમી હોવાથી શિવાલયોમાં ભગવાન શિવની સાથે કૃષ્ણની પણ ભક્તિ મોરબી : મોરબીમાં આજે શ્રાવણના સોમવારે જ જન્માષ્ટમી હોવાથી શિવાલયોમાં ભગવાન શિવની સાથે કૃષ્ણની પણ ભક્તિ કરવામાં આવી હતી. કુબેરનાથ અને શંકર આશ્રમ ખાતે આવેલા શિવાલયોમાં ખાસ જન્માષ્ટમીનો શણગાર પણ કરવામાં આવ્યો હતો. મોરબીમાં આજે જન્માષ્ટમીનો પર્વ હોય સાથે શ્રાવણ મહિનાનો પવિત્ર સોમવાર પણ હોય શિવાલયોમાં અનેરી ભક્તિનો સંયોગ જામ્યો હતો. કુબેરનાથ મહાદેવ મંદિરે ગોકુળ જેવું વાતાવરણ ઉભુ કરવામાં આવ્યું હતું. અને શંકર ભગવાનને કૃષ્ણની રંગોળી કરવામાં આવી હતી. શંકર આશ્રમ ખાતે મહાદેવના મંદિરે પણ આ જ રીતે જન્માષ્ટમીની થીમ ઉપર શણગાર કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત જંગલેશ્વર મહાદેવ, ભીમેશ્વર મહાદેવ, રફાળેશ્વર મહાદેવ સહિતના મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી.