કપાસ, રબર, મેન્થા તેલમાં સુધારાનો સંચારઃ સીપીઓ ઢીલુ બુલડેક્સ ફ્યુચર્સમાં 71 પોઈન્ટ અને મેટલડેક્સ ફ્યુચર્સમાં 123 પોઈન્ટની મૂવમેન્ટ મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં સોમવારે પ્રથમ સત્ર સુધીમાં 1,27,756 સોદાઓમાં કુલ રૂ.9,745.81 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાના ભાવમાં સામસામા રાહ હતા. સોનાનો વાયદો 10 ગ્રામદીઠ રૂ.168 ઘટવા સામે ચાંદીનો વાયદો કિલોદીઠ રૂ.113 વધ્યો હતો. બિનલોહ ધાતુઓમાં તાંબુ, નિકલ સીસું સુધર્યા હતા, જ્યારે એલ્યુમિનિયમ અને જસત નરમ હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને નેચરલ ગેસ બંને ઘટી આવ્યા હતા. કૃષિ કોમોડિટીઝમાં કપાસ, રબર અને મેન્થા તેલમાં સુધારાના સંચાર સામે સીપીઓ ઢીલું ટ્રેડ થઈ રહ્યું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના સપ્ટેમ્બર વાયદામાં 71 પોઈન્ટ અને બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના સપ્ટેમ્બર વાયદામાં 123 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીમાં 50,395 સોદાઓમાં કુલ રૂ.3,140.02 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં સોનું ઓક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.47,438ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.47,494 અને નીચામાં રૂ.47,262 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.168 ઘટી રૂ.47,370ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.43 ઘટી રૂ.38,099 અને ગોલ્ડ-પેટલ ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.26 વધી રૂ.4,750ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સોનું-મિની સપ્ટેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.47,276ના ભાવે ખૂલી, રૂ.163 ઘટી રૂ.47,253ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી સપ્ટેમ્બર વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.63,551 દિવસ દરમિયાન ઉપરમાં રૂ.63,822 અને નીચામાં રૂ.63,309 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.113 વધી રૂ.63,698 બોલાઈ રહ્યો હતો. ચાંદી-માઈક્રો ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.3 વધી રૂ.63,338 અને ચાંદી-મિની ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.101 વધી રૂ.63,396 બોલાઈ રહ્યો હતો. બિનલોહ ધાતુઓમાં 7,628 સોદાઓમાં રૂ.1,331.66 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1.10 ઘટી રૂ.213.25 અને જસત ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.1.45 ઘટી રૂ.248ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે તાંબુ ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.4.75 વધી રૂ.722.85 અને નિકલ ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.15.2 વધી રૂ.1,430.50 તેમ જ સીસું સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.3 વધી રૂ.180ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. એનર્જી સેગમેન્ટમાં 40,831 સોદાઓમાં કુલ રૂ.3,059.78 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ સપ્ટેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં રૂ.5,073ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.5,073 અને નીચામાં રૂ.4,964 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.38 ઘટી રૂ.5,024 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ સપ્ટેમ્બર વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.0.90 ઘટી રૂ.320.60 બોલાઈ રહ્યો હતો. કૃષિ કોમોડિટીઝમાં 1,046 સોદાઓમાં રૂ.114.51 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો 20 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.1,435ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1435 અને નીચામાં રૂ.1419.50 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.8.50 વધી રૂ.1,427.50 બોલાઈ રહ્યો હતો. આ સામે રબર સપ્ટેમ્બર વાયદો 100 કિલોદીઠ રૂ.18,180ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.18,300 અને નીચામાં રૂ.18,111 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.69 વધી રૂ.18,223ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સીપીઓ ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 10 કિલોદીઠ રૂ.1,199.30ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1201.40 અને નીચામાં રૂ.1198.50 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.0.30 ઘટી રૂ.1199.80 બોલાઈ રહ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.0.10 વધી રૂ.920.40 અને કોટન ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 1 ગાંસડીદીઠ કોઈ ફેરફાર વગર રૂ.26,600 બોલાઈ રહ્યો હતો. કામકાજની દૃષ્ટિએ કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 12,574 સોદાઓમાં રૂ.1,584.63 કરોડનાં 3,344.097 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 37,821 સોદાઓમાં કુલ રૂ.1,555.39 કરોડનાં 243.208 ટનના વેપાર થયા હતા. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમના વાયદાઓમાં રૂ.137.96 કરોડનાં 6,495 ટન, જસતના વાયદાઓમાં રૂ.160.67 કરોડનાં 6,535 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં રૂ.540.11 કરોડનાં 7,477.500 ટન, નિકલના વાયદાઓમાં રૂ.359.47 કરોડનાં 2,5080 ટન અને સીસું કોન્ટ્રેક્ટ્સમાં રૂ.133.45 કરોડનાં 7,460 ટનનાં કામકાજ થયાં હતાં. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 14,018 સોદાઓમાં રૂ.1,139.93 કરોડનાં 22,74,100 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં 26,813 સોદાઓમાં રૂ.1,919.85 કરોડનાં 5,91,31,250 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કપાસના વાયદાઓમાં 2 સોદાઓમાં રૂ.0.06 કરોડનાં 8 ટન અને કોટનના વાયદાઓમાં 287 સોદાઓમાં રૂ.23.41 કરોડનાં 9025 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 83 સોદાઓમાં રૂ.3.60 કરોડનાં 38.52 ટન, રબરના વાયદાઓમાં 18 સોદાઓમાં રૂ.0.33 કરોડનાં 18 ટનના વેપાર થયા હતા. સીપીઓના વાયદાઓમાં 656 સોદાઓમાં રૂ.87.11 કરોડનાં 7,570 ટનનાં કામકાજ થયાં હતાં. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 16,497.481 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 517.983 ટન, એલ્યુમિનિયમમાં 11,275 ટન, જસત વાયદામાં 5,915 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં 11,1600 ટન, નિકલ વાયદામાં 2,608.500 ટન, સીસું કોન્ટ્રેક્ટ્સમાં 6,780 ટન, ક્રૂડ તેલમાં 5,10,900 બેરલ અને નેચરલ ગેસમાં 2,90,70,000 એમએમબીટીયૂ તેમ જ કપાસમાં 164 ટન, કોટનમાં 52150 ગાંસડી, મેન્થા તેલમાં 486.72 ટન, રબરમાં 132 ટન, સીપીઓમાં 65,520 ટનના સ્તરે રહ્યો હતો. ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, પ્રથમ સત્ર સુધીમાં 1,102 સોદાઓમાં રૂ.90.42 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 543 સોદાઓમાં રૂ.43.06 કરોડનાં 605 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 559 સોદાઓમાં રૂ.47.36 કરોડનાં 604 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ...