મોરબી : મોટાભેલાં ગ્રામ પંચાયત દ્વારા જન્માષ્ટમીના પાવન અવસર પર એક અનોખી પહેલ કરવામા આવી હતી. દર વર્ષે ગામના યુવક મંડળ દ્વારા મટકીફોડ કરીને ઉત્સવ ઉજવવામાં આવે છે પણ આ વખતે આ જન્માષ્ટમી ઉત્સવ એક ઐતિહાસિક ઉત્સવ બન્યો છે. કારણકે સમાજને ઘણું બધું આપનાર કોરોના વોરિયર્સ સહિતના મહાનુભાવોનું આ તકે સન્માન કરવામાં આવ્યું હતું. છેલ્લા ૨ વર્ષથી આખું વિશ્વ કોરોના મહામારી સામે લડી રહ્યું છે.કોરોનામાં આપણે ઘણા ઉતાર ચડાવ પણ જોયા. આવી ભયંકર પરિસ્થિતિમાં જો કોઈ ભગવાન સ્વરૂપ હોય તો તે આપણું આરોગ્ય વિભાગ જ હતું. તો એવા બે આરોગ્ય કર્મચારી મુકેશભાઈ પરમાર અને નરેશભાઈ પરમાર કે જેઓએ કોરોનાની કપરી પરિસ્થિતિમા પોતાના જીવની પણ પરવા કર્યા વગર જે ઐતિહાસિક કાર્ય કર્યું છે તે કાબિલે તારીફ છે.સમયની પરવાહ કર્યા વગર નોકરીના સમય સિવાય ગમે તે સમયે કોઈ મુશ્કેલીમાં હોય ને ફોન આવે તો તરત તેઓ હાજર થઈ ગયા હતા. આ બન્ને મહાનુભાવો ઉપરાંત શિક્ષણ વિભાગમાથી પરેશભાઈ પીઠડીયા તેમજ જયદીપભાઈ ચારોલાનું પણ આ તકે સન્માન કરવામાં આવ્યું .ગામના સામાજિક કાર્યકર બાલજીભાઈ સરડવાનું પણ સન્માન કરવામાં આવ્યું. આ બધા જ લોકોનું ગ્રામ પંચાયત મોટા ભેલા અને ગ્રામ સમસ્ત દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..