કોરોનાના કારણે મેળાઓ બંધ હોય લોકો ફરવાના સ્થળોએ નીકળી પડ્યા મોરબી : મોરબીમાં કોરોનાના કારણે મેળાઓ બંધ રહ્યા હોય લોકો ફરવાના સ્થળોએ નીકળી પડ્યા હતા. જેમાં જુલતા પુલ સહિતના સ્થળોએ આજે મોટી સંખ્યામાં લોકોએ ઉમટી પડી રજાની મજા માણી હતી. મોરબીમાં આજે જન્માષ્ટમીએ મેળાઓનું આયોજન થયું ન હોય લોકો બહાર ફરવા નીકળી પડ્યા હતા. સૌથી વધુ લોકોનો ટ્રાફિક જુલતા પુલે જોવા મળ્યો હતો. એક અંદાજ મુજબ આજે અંદાજે 2000 જેટલા લોકોએ જુલતા પુલની મુલાકાત લીધી હતી. આ ઉપરાંત ભીમનાથ મહાદેવ, ભંગેશ્વર મહાદેવ, કેસરબાગ, પુલની નીચે આવેલ સ્વામિનારાયણ મંદિર માટેલ મંદિર, રફાળેશ્વર મંદિર, શોભેશ્વર મંદિર સહિતના સ્થળોએ મોટી સંખ્યામાં લોકો જોવા મળ્યા હતા.