મોરબી : મોરબી નજીક અણીયારી પાસે વાન રોઝ આડું ઉતરતા વાન પલટી ખાઈ જવાનો બનાવ મહિના પહેલા બન્યો હતો. આ અકસ્માતમાં એક યુવકના હાથમાં ઇજા થયા બાદ હાલ તેને ગેંગ્રીન થઈ જતા તેનો હાથ કાપવો પડ્યો હોવાનું જાણવા મળ્યું છે. મોરબી તાલુકા પોલીસ મથકમાં કુવરસિંહ મુલીયાભાઇ પારગી ઉ.વ. 30 રહે. હાલ વઢવાણવાળાએ મારૂતી વાન નંબર-જી-જે-18-બી-એ-3021ના ચાલક હિતેષભાઇ કાંતીભાઇ પરમાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા.1 ઓગસ્ટના રોજ હળવદ માળીયા ને.હા રોડ અણીયારી ગામની સીમ નાયેરીયા પેટ્રોલ પંપથી આગળ રોડ ઉપર આરોપીએ ગફલત ભરી રીતે માણસની જીંદગી જોખમાય તે રીતે વાન ચલાવી હતી તે દરમ્યાન ઓચીંતાનુ રોડ ઉપર રોઝ આડુ પડતા આ કામના આરોપીએ વાન પરનો કાબુ ગુમાવી એકદમ બ્રેક મારતા આ વાન રોડ ઉપર આવેલ ડીવાઇડર સાથે ભટકાઇને પલ્ટી ખાય જતા ફરીયાદીને ડાબા હાથે વધુ ઇજા થઇ હતી. બાદમાં ગેગ્રીન (સડો) થઇ જતા સારવાર દરમ્યાન ઓપરેશન કરી ડાબો હાથ કાપવો પડેલ છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..