સમસ્ત બ્રહ્મ સમાજ મોરબી અને પરશુરામ ધામ દ્વારા આયોજન મોરબી : સમસ્ત બ્રહ્મ સમાજ, પરશુરામ ધામ ટ્રસ્ટ અને પરશુરામ યુવા ગ્રુપ મોરબી દ્વારા આગામી તા.12 સપ્ટેમ્બરના રોજ કોરોનામાં મૃત્યુ પામેલા બ્રહ્મ સ્વજનોના મોક્ષર્થે વિષ્ણુ મહયાગનું આયોજન કરાયું છે. આ વિષ્ણુયાગમાં ભાગ લેવા ઇચ્છુક પરિવારોએ તા.8 સપ્ટેમ્બર પહેલા નામ નોંધાવવા અનુરોધ કરાયો છે. મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ, પરશુરામ ધામ ટ્રસ્ટ મોરબી અને પરશુરામ યુવા ગ્રુપના સંયુક્ત ઉપક્રમે કોરોનાકાળ દરમ્યાન આપણા જે બ્રહ્મ સ્વજનો મૃત્યુ પામેલ હોય તેઓના મોક્ષાર્થે વિષ્ણુયાગનું આયોજન કરેલ છે. તો કોઈપણ બ્રહ્મબંધુ વિષ્ણુયાગમા ભાગ લેવા ઈચ્છુક હોય તેઓએ તા.8 સપ્ટેમ્બર પહેલા સંપર્ક કરવો. આ વિષ્ણુયાગમા આચાર્ય પદે કૌશિકભાઈ વ્યાસ (વાઘપરવાળા) બિરાજમાન થશે. વિષ્ણુયાગમાં ભાગ લેવા માટે ભુપતભાઈ પંડ્યા મો.98256 71698, ભરતભાઈ ઓઝા મો.79904 69215, નીરજભાઈ ભટ્ટ મો. 99793 13192, ચિંતનભાઈ ભટ્ટ, મો. 97152 77777 ઉપર સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..