મોરબી : મોરબીના કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા ઉંમરલાયક ઊંટને ખરીદી લઈને તેને આજીવન કામમાંથી મુક્તિ અપાવી જીવદયાનું પ્રેરણાદાયી કાર્ય કરવામાં આવ્યું છે. મોરબીમાં ઘણા સમયથી એક ઊંટ જે ખૂબ જ ઘરડો અને અશક્ત હતો. તેને વધુ પડતો સામાન હેરફેર કરવામાં વપરાશમાં લેવાતો હતો. પરંતુ હવે તેની કોઈ કેપેસિટી હતી નહિ કે તે કામ કરી શકે, માટે કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા તેને ખરીદી લય ને તેને આજીવન ભારી કામ માંથી મુક્તિ આપવામાં આવી છે. જેથી હવે આ ઊંટ તેનું આવનારું જીવન આરામદાયક રીતે અહીં કેન્દ્રમાં વિતાવશે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..