નર્મદા કેનાલ ખાતે ખેડૂત આંદોલનનો આજે બીજો દિવસ પોતાના હક્ક માટે છેક સુધી લડી લેવાનો નીર્ધાર મોરબી : માળીયાના 14 ગામોના ખેડૂતોએ ગઈકાલે મહારેલી કાઢી માળીયા કેનાલ ખાતે ઉપવાસ આંદોલનના મંડાણ કર્યા હતા. માળીયા નજીક નર્મદા કેનાલ ખાતે આજે ખેડૂત આંદોલનનો આજે બીજો દિવસે ખેડૂતોએ પોતાનો હક્ક માટે છેક સુધી લડી લેવાનો નીર્ધાર કરી જન્માષ્ટમી પછી ખેડૂત આંદોલનને ઉગ્ર બનાવવાનો લલકાર કર્યો છે. માળીયા નજીક નીકળતી નર્મદા કેનાલમાંથી પિયત માટે પાણી મેળવતા માળીયા તાલુકાના 14 ગામોના ખેડૂતોએ સિંચાઇ મુદ્દે સરકાર સામે બાયો ચડાવી છે. જેમાં આ ખેડૂતોએ અનેક વખત સ્થાનિક તેમજ ઉચ્ચકક્ષાએ સિંચાઇ મુદ્દે રજુઆત કરી હતી. છતાં સરકાર કે સિંચાઇ વિભાગ પણ નર્મદા કેનાલમાંથી પાણી આપવાની કોઈ દરકાર ન કરતું હોવાથી ગઈકાલે ખેડૂતોએ પાક બચાવવા પાણી આપો તેમજ અમારો કમાઉ દીકરો કપાસ જીવન મરણના ઝોલા ખાઈ રહ્યો હોય તેને બચાવવા પાણી આપો તેવા નારા તેમજ બેનરો સાથે માળીયાના ઘાટીલા ગામેથી મહારેલી કાઢી કેનાલ કાંઠે ઉપવાસી છાવણી નાખી ઉપવાસ આંદોલન શરૂ કર્યું હતું. આજે ખેડૂત આંદોલનનો બીજો દિવસ છે. જેમાં 10 ખેડૂતો આમરણાંત ઉપવાસ ઉપર બેઠા છે અને બીજા 200 થી વધુ ખેડૂતો સમર્થનમાં ઉપવાસી છાવણીએ બેઠા છે. ખેડૂત હિતરક્ષક સમિતિએ જણાવ્યું હતું કે, જન્માષ્ટમી પછી ખેડૂતો પોતાના હક્કની લડાઈ માટે આંદોલનને વધુ ઉગ્ર બનાવશે. તેમજ જન્માષ્ટમી પછી જરૂર પડ્યે કોર્ટમાં પીઆઈએલ દાખલ કરવામાં આવશે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..