આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ દ્વારા અયોધ્યાપુરી રોડ ખાતે ફરાળી પ્રસાદ વિતરણ કરાશે મોરબી : મોરબી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા ડીઝીટલ રાધા-કૃષ્ણ સ્પર્ધા તેમજ મકટીફોડના કાર્યક્રમનુ આયોજન કરવામા આવ્યુ છે. સાથે સાથે આવતીકાલે જન્માષ્ટમી પર્વે સવારે ૧૦ કલાકથી મોરબીની સમસ્ત ધર્મપ્રેમી જનતા માટે શહેરના અયોધ્યાપુરી રોડ ઉપર રામજી મંદિરની બાજુમા ફરાળ પ્રસાદનુ આયોજન કરવામા આવ્યુ છે. જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે યોજાયેલ ફરાળ પ્રસાદ કાર્યક્રમનો શહેરની દરેક ધર્મપ્રેમી જનતાને લાભ લેવા અને પ્રસાદ ગ્રહણ કરવા સંસ્થા દ્વારા નિમંત્રણ પાઠવવામા આવ્યુ છે. દરેક ભક્તજનોએ કોવિડની ગાઈડલાઈનનુ પાલન કરવુ ફરજિયાત રહેશે. માસ્ક તેમજ સોશિયલ ડીસ્ટન્સિંગનુ પાલન કરવુ અનિવાર્ય રહેશે. તેમ સંસ્થાના પદાધિકારી સી.ડી.રામાવત, ભાવિનભાઈ ઘેલાણી, કૌશલભાઈ જાની, વિશાલ ગણાત્રા સહીતનાઓએ યાદીમા જણાવ્યુ છે. આ તકે, આંતરરાષ્ટ્રીય પરિષદે સરકારે મટકી ફોડની મનાઈ ફરમાવતા નિર્ણયનો વિરોધ કર્યો છે અને જણાવ્યું છે કે, સરકારના મંત્રીઓ યાત્રા યોજી શકે છે, વિશાળ જનમેદની એકત્રિત કરી શકે છે, એક બાજુ નાયબ મુખ્યમંત્રી જાહેર કાર્યક્રમમા હિન્દુઓની બહુમતી મુદે નિવેદનો આપી રહ્યા છે. તેમજ પ્રદેશ અધ્યક્ષ તેમની પ્રશંસા કરી રહ્યા છે. ત્યારે શોભાયાત્રામા હિન્દુઓની સંખ્યા પર અંકુશ મુકી, તેમજ મટકીફોડ પર પ્રતિબંધ મુકી સરકારે હિન્દુઓ પ્રત્યે બેધારી નિતીનુ પ્રદર્શન કર્યું હોવાનું અંતમાં જણાવ્યું હતું. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..