મોરબીના ઉમિયા સર્કલ પાસે ટ્રાફિકજામ, અનેક વાહનો ફસાયા

- text


મોરબી : મોરબીના હાર્દસમાં ઉમિયા સર્કલ પાસે આજે બપોરના સમયે ટ્રાફિકજામ સર્જાયો હતો. જેમાં ઉમિયા સર્કલથી રવાપર કેનાલ રોડ ઉપર કામધેનુ તરફ શનાળા બાયપાસ સુધી વાહનોની કતારો લાગી હતી. અડધી કલાક સુધી આ સ્થળે ટ્રાફિકજામ સર્જાતા અનેક વાહનો ફસાયા હતા. આથી વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જો કે આ સ્થળે વારંવાર ટ્રાફિકજામની હૈયાહોળી સર્જાતી હોવાથી લોકોને ભારે હાલાકી પડતી હોય આ ટ્રાફિક સમસ્યા ઉકેલવા ટ્રાફિક પોલીસ નક્કર કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text