મોરબી : સ્વાસ્થ્ય સ્વંય સેવક અભિયાન અંતર્ગત ગુજરાત પ્રદેશ કાર્યાલય ખાતે રાષ્ટ્રીય સહ સંગઠન મહામંત્રી શિવપ્રકાશજી અને ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજીની અધ્યક્ષતામાં પ્રશિક્ષણ વર્ગ યોજાયો હતો. જેમાં મોરબી જિલ્લાના ભાજપ અગ્રણીઓ જોડાયા હતા. સ્વાસ્થ્ય સ્વંય સેવક અભિયાન પ્રશિક્ષણ વર્ગ મોરબી જિલ્લા સ્તરે યોજાયો હતો. જેમાં નમો એપ કાર્યશાળા પણ યોજાઈ હતી. જેમાં મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી રણછોડભાઈ દલવાડી, જયુભા જાડેજા, બાબુભાઇ હૂંબલ, મોરબી જિલ્લા ભાજપના હોદ્દેદારો, ચુંટાયેલા સદસ્યો અને મંડલના પ્રમુખો અને મહામંત્રીઓ, યુવામોરચાના હોદેદારો તેમજ આઇટીએસએમના હોદેદારો અને કાર્યકર્તાઓ જોડાયાં હતા. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..