પોલીસે રૂપિયા 66,680ની રોકડ કબ્જે કરી મોરબી : મોરબી શહેર, તાલુકા અને વાંકાનેરના અલગ-અલગ વિસ્તારમાં પોલીસે જુગારના ચાર દરોડા પાડી રોકડા રૂપિયા 66 હજારથી વધુની રકમ સાથે પાંચ મહિલા સહિત 22 પતાપ્રેમીઓને ઝડપી લીધા હતા. જુગારના પ્રથમ દરોડામાં મોરબી તાલુકા પોલીસે ઉંચી માંડલ ગામે રાધે ક્રિષ્ના હોટલની પાછળ, જાહેરમાં જુગાર રમતા (૧) બાબુભાઇ હીરાભાઇ ફળદુ, (૨) ગોવિંદભાઇ અમરશીભાઇ વડસોલા, (૩) મહિપતસિંહ માધુભા પરમાર, (૪) કનૈયાલાલ મગનલાલ રૂપાલા, (૫) રાજેશભાઇ માવજીભાઇ કાલરીયાને રોકડા રૂ. ૩૧,૦૦૦ સાથે ઝડપી લીધા હતા જ્યારે બીજા દરોડામાં મોરબી સીટી બી ડીવીઝન પોલીસ ટીમે (૧) આનંદભાઇ પરશોતમભાઇ પરમાર (૨) જગદીશભાઇ છગનભાઇ પરેસા (૩) મહેશભાઇ પ્રેમજીભાઇ ઇન્દ્રરીયા (૪) પાર્થભાઇ દીલપભાઇ અશ્વાર (૫) જુસબભાઇ ઓસમાણભાઇ નનામરા (૬) રવિરાજસીહ મહે્ન્દરસીહ પરમાર (૭) અમરબેન હસમુખભાઇ મયૈડ (૮) સુનીતાબેન લાલજીભાઇ સોલંકી (૯) કંકુબેન ઇન્દુભાઇ મેપાભાઇ ઠુંગા (૧૦) પુજાબેન મોહનભાઇ ઇન્દ્રરીયા અને (૧૧) મનીષાબેન ભરતભાઇ માવજીભાઇ સેખાણી રણછોડનગર, સાંઇબાબાના મંદિરવાળી શેરીમાં જાહેર રોડ ઉપર જુગાર રમતા ઝડપી લઈ આરોપીઓના કબ્જામાંથી રોકડા રૂપિયા ૨૨, ૧૪૦ કબ્જે લેવાયા હતા. ત્રીજા દરોડામાં વાંકાનેર તાલુકા પોલીસે તીથવા ગામમાં આવેલ લાલશાનગર ધાર પાસે જાહેરમાં જુગાર રમતા (૧) મનોજભાઇ ઉર્ફે મુન્નો લખમણભાઇ સીતાપરા (૨)રામાભાઇ સામતભાઇ ફાંગલીયા (૩)મુકેશભાઇ ગેલાભાઇ ફાંગલીયા અને (૪) રહીમશા ફરીદશા સાહમદારને રોકડ રૂપીયા-૧૪૫૦૦ સાથે પકડી પાડયા હતા. આ ઉપરાંત જુગારના ચોથા દરોડામાં મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટાફે (૧) રોહીતભાઇ પ્રવીણભાઇ દેલવાણીયા અને (૨) સોહીલભાઇ રસુલભાઇ સુમરાને વીસીપરા રોહીદાસપરા મેઇનરોડ ચારગોદામ પાછળ જાહેરમાં જુગાર રમતા ઝડપી લઈ રૂપિયા ૧,૦૪૦ રોકડા કબ્જે કરી જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..