એકથી 6 વર્ષના બાળકો માટે વિશેષ કેમ્પમાં બાળકનો જન્મનો દાખલો વોટ્સએપ ઉપર ફરજીયાત મોકલવાનો રહેશે મોરબી : લાયન્સ ક્લબ ઓફ મોરબી નજરબાગ દ્વારા આગામી તા.12 સપ્ટેમ્બરને રવિવારના રોજ જન્મથી બહેરા મૂંગા બાળકો માટે વિનામૂલ્યે નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. કેમ્પમાં તપાસ માટે આવતા પહેલા બાળકના જન્મનું પ્રમાણપત્ર વોટ્સએપ ઉપર મોકલવાનું રહેશે અને કંફર્મ થયા બાદ જ કેમ્પમાં આવવાનું રહેશે. લાયન્સ ક્લબ ઓફ મોરબી નજરબાગ દ્વારા આગામી તા.12 ના રોજ શિવમ હોસ્પિટલ ખાતે એકથી છ વર્ષના બહેરા મૂંગા બાળકો માટે આધુનિક મશીનથી નિદાન સારવારનો કેમ્પ યોજવામાં આવ્યો છે જેમાં ગાંધીનગરના કોકિલયર ઇમ્પ્લેન્ટ સર્જન ડો.નીરજ સુરી હાજરી આપશે ઉપરાંત લાયન્સ બહેરા-મૂંગા પ્રોજેક્ટના ચેરમેન ચંદ્રકાન્ત દફતરી વિશેષ હાજર રહેશે. આ નિદાન સારવાર કેમ્પમાં બાળકોના વાલીને રૂપિયા 10થી 12 લાખના ખર્ચે થતા ઓપરેશન વિનામૂલ્યે કરાવી શકાય તે અંગે માર્ગ દર્શન આપવામાં આવશે. કેમ્પમાં શિવમ હોસ્પિટલના ડો.પ્રેયસ પંડ્યા ખાસ સેવા આપશે. એકથી છ વર્ષના બાળકો માટેના આ ખાસ કેમ્પમાં તપાસમાં આવતા પહેલા બાળકના જન્મપ્રમાણપત્રને વોટ્સએપ નંબર 84608 43715 ઉપર હિતેષભાઇ તેમજ 80002 40902 ઉપર મોકલવાનું રહેશે અને કંફર્મ મેસેજ આવ્યા બાદ જ તપાસ માટે કેમ્પમાં આવવાનું રહેશે તેમ યાદીમાં જણાવાયું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..