સ્વરાંગન સ્ટુડિયોના સથવારે કરાઓકે ઇવનિંગ મોરબી : અનેક યાદગાર ગીતોની ભેટ આપનાર લેજન્ડરી ગાયક સ્વ.મુકેશને સ્વરાંજલી આપવા આજે મોરબીના કલાકારો દ્વારા કરાઓકે ઇવનિંગનું આયોજન કર્યું છે. આ યાદગાર કાર્યક્રમનું રાત્રે સ્વરાંગન સ્ટુડિયોના ફેસબુક પેઈજ ઉપર લાઈવ પ્રસારણ કરાશે. સ્વરાંગન સ્ટુડિયો મોરબી દ્વારા સુપ્રસિદ્ધ ગાયક સ્વ.મુકેશને સ્વરાંજલી આપવા વિશેષ કરાઓકે ઇવનિંગનું મોરબીના કલાકારોના સથવારે આયોજન કરવામાં આવ્યું છે જેનું રાત્રે 8.15 કલાકે ફેસબુક પેઇજ ઉપર લાઈવ પ્રસારણ કરવામાં આવશે. વધુમાં આયોજકો દ્વારા કોઈપણ સંસ્થાના ચેરિટી કાર્યક્રમો માટે સહયોગની જરૂરત હોય તો મોબાઈલ નંબર 98985 91534 અથવા મો. 93270 20461 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..