આપ નેતા મહેશભાઈ સવાણીની હાજરીમાં ત્રણ સરપંચ અને 45 કાર્યકર્તા આપ સાથે જોડાયા મોરબી : આજ રોજ મોરબી ખાતે અવની ચોકડી, કેનાલ રોડ ખાતે આમ આદમી પાર્ટી જિલ્લા કાર્યાલયનો આપ નેતા મહેશભાઈ સવાણીના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે પ્રદેશ સહ સંગઠન મંત્રી નિમેષભાઈ પાટડીયા પ્રદેશ સહ સંગઠન મંત્રી શિવાજીભાઈ ડાંગર ઝોન મહામંત્રી દિલીપસિંહ વાઘેલા સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. આજરોજ અગ્રણી ઉદ્યોગપતિ અને આપના નેતા મહેશભાઈ સવાણી આપણા અગ્રણી હોદ્દેદારો સાથે મોરબીની મુલાકાતે આવ્યા હતા અને મુલાકાત દરમિયાન નવા બસ સ્ટેશન સામે આવેલ સરદાર પટેલ સ્ટેચ્યુ ખાતે સરદાર સાહેબને નમન કરી કેનાલ રોડ સ્થિત જિલ્લા કાર્યાલયનું ઉદઘાટન કર્યું હતું. ત્યાર બાદ ઇન્દ્રપ્રસ્થ પાર્ટી પ્લોટ ખાતે નવા કાર્યકર્તાઓને આવકારી કાર્યકર્તાઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.આજના દિવસે મોરબી જિલ્લા આપ સંગઠનમાં નવા 45 કાર્યકતાઓ અને 3 સરપંચો આમ આદમી પાર્ટીમાં જોડાતા મહેશભાઈ સવાણીએ તમામ આગેવાનોને આવકાર્યા હતા.આ તકે આમ આદમી પાર્ટીની મોરબી તાલુકા, માળિયા તાલુકા, હળવદ તાલુકા, ટંકારા તાલુકા, વાંકાનેર તાલુકા અને મોરબી શહેર ટીમ ઉપસ્થિત રહી હતી. આમ આદમી પાર્ટી મોરબી જિલ્લા પ્રમુખ યોગેશભાઈ રંગપડીયાની અગવાનનીમાં ગ્રામ્ય વિસ્તારના 13 સરપંચો સહિત મોટી સંખ્યામાં યુવાનો જન સંવેદના યાત્રા દરમિયાન જોડાયા છે ત્યારે આમ આદમી પાર્ટી મોરબીમાં દિવસે -દિવસે મજબૂત બની ઉભરી રહી છે. ત્યારે આજરોજ આપ નેતા મહેશભાઈ સવાણીની મુલાકાત બાદ આપના કાર્યકરોમાં નવો જોમ જુસ્સો જોવા મળી રહ્યો છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..