મોટર સાયકલ લઈને ઘુમરીએ ચડેલા શખ્સનો બી ડિવિઝન પોલીસે નશો ઉતાર્યો મોરબી : ડોક્ટર સવાર, બપોર અને સાંજની ગોળી આપે તેવી રીતે મોરબીમાં માથા ફરેલા દારૂડિયાએ પણ બપોર અને સાંજે દારૂ પી બબ્બે વખત મોટર સાયકલ લઈ ઘુમરીએ ચડતા બી ડિવિઝન પોલીસે એક જ દિવસમાં બે વખત આ નશાખોરને ઝડપી લઈ બન્ને વાહનો કબ્જે કર્યા હતા. પ્રાપ્ત વિગતો મુજબ ત્રાજપર ખારી ચોરા સામેની શેરીમાં રહેતો મનોજભાઇ ટપૂભાઇ દાદુકીયા નામનો શખ્સ બપોરના સમયે નશો કરેલી હાલતમાં એક્ટીવાજીજે-૩૬-એબી-૧૬૯૪ લઈને આંટાફેરા કરતો હોય પોલીસે રૂ.10 હજારની કિંમતના એક્ટિવા સાથે ઝડપી લઈ કાયદાનું ભાન કરાવ્યું હતું. જો કે, પોલીસે બપોરે જ નશાની હાલતમાં ઝડપી લઈ એક્ટિવા મોટર સાયકલ કબ્જે કરવા છતાં આરોપી મનોજ દાદુકિયા હમ નહીં સુધરેંગે ઉક્તિ મુજબ સાંજના સમયે ફરી હોન્ડા સાઈન મોટર સાયકલ લઈ સર્પાકારે મોટર સાયકલ ચલાવતો હોવાનું જણાતા પોલીસે રૂપિયા 15 હજારનું મોટર સાયકલ કબ્જે કરી મનોજ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..