મોરબી : જન્માષ્ટમીએ મટકી ફોડના કાર્યક્રમ માટે જરૂરી વ્યવસ્થાઓ ગોઠવવા તેમજ સાફ સફાઈ અને અન્ય સમારકામ કરવા સહિતની રજુઆત વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસરને રજુઆત કરવામાં આવી છે. રજુઆતમાં જણાવાયું હતું કે જન્માષ્ટમી હિન્દૂઓનો પવિત્ર તહેવાર છે. તો આ તહેવારમાં રાજમાર્ગો ઉપર જાહેર ચોકમાં જે મટકીફોડના કાર્યક્રમ હોય છે. તો એવા સ્થાનિક ચોક રાજમાર્ગો પર રોડ રસ્તા સાફ સફાઈ કરાવવા, સ્ટ્રીટ લાઈટ જ્યા બંધ હોય ત્યાં તાત્કાલિક ધોરણે ચાલુ કરાવી જાહેર ચોકમાં રસ્તા ઉપર ભૂગર્ભ ગટરના ઢાંકણા ખુલ્લા હોય તો તે બંધ કરાવવા, રોડ રસ્તા સેનિટાઈઝ કરાવવા, જુના બસ સ્ટેન્ડ પાસે પેટ્રોલ પંપ પાસે જે રોડનું કામ ચાલુ છે ત્યાં તાત્કાલિક વાહન ચાલે તેવી વ્યવસ્થા કરવા, મટકી શણગારવા માટે હાઈડ્રોલીક વ્યવસ્થા કરી આપવા અને ચિત્રકુટના નાકે ગટર ઉભરાઈ છે તે પ્રશ્નનો તાત્કાલિક નિકાલ કરવાની માંગ છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..