મોરબી : સમસ્ત બ્રહ્મસમાજ મોરબી દ્વારા સમાજના સંગઠન માળખાને વધુ સુદ્રઢ બનાવવા મહમંત્રીથી લઈ ઉપપ્રમુખ, સહમંત્રી, અને ખજાનચી તરીકે નવા હોદેદારોની વરણી કરવામાં આવી છે. સાથોસાથ પ્રચાર -પ્રસાર માટે ચાર સંયોજકની પણ નિયુક્તિ કરવામાં આવી છે. સમસ્ત બ્રહ્મસમાજ મોરબીનાં પ્રમુખ કિશોરભાઈ શુક્લ અને મહામંત્રી કેયુરભાઈ પંડ્યા દ્વારા હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે. જેમાં મહામંત્રી તરીકે અમુલભાઈ જોષી, ઉપપ્રમુખ તરીકે કિશોરભાઈ પંડ્યા, વિપુલભાઈ શુક્લ, નરેન્દ્રભાઇ મહેતા, સુરેશભાઈ ત્રિવેદી, કિરણબેન ઠાકર, સહમંત્રી તરીકે હિતેશભાઈ રાજગોર અને મિલેશભાઈ જોષી, સંગઠનમંત્રી તરીકે કુશભાઈ અંતાણી, સહ સંગઠનમંત્રી તરીકે જયદિપભાઈ ઠાકર, મહિલા સંગઠનમંત્રી તરીકે હેતલબેન વ્યાસ, ખજાનચી તરીકે મનોજભાઈ વ્યાસ, સહ ખજાનચી તરીકે સુભાષભાઈ પંડ્યાની વરણી કરવામાં આવી છે. જ્યારે પ્રચાર-પ્રસાર સમીતીમાં સંયોજક તરીકે ગૌરવભાઈ રવિયા, હર્ષભાઈ વ્યાસ, વિશ્વાસભાઈ જોષી, વિવેકભાઈ પંડ્યા અને ધવલભાઈ ત્રિવેદીની નિમણૂંક કરવામાં આવી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..