હળવદ બસસ્ટેન્ડ નજીકથી આરોપી દબોચી લેવાયો મોરબી : મોરબી સબ જેલમાંથી વચગાળાના જામીન મેળવી સમયસર જેલમાં હાજર થવાને બદલે ફરાર થઈ ગયેલ આરોપીને પેરોલ ફર્લો સ્ક્વોડે ઝડપી લઈ જેલ હવાલે કર્યો હતો. આજરોજ પેરોલ ફર્લો સ્કવોડના પો.હેડ.કોન્સ. જયેશભાઇ વાઘેલા, ચંન્દ્રકાંતભાઇવામજા તથા પો.કોન્સ. બ્રિજેશભાઇ કાસુન્દ્રાને બાતમી મળેલ કે એડી.ચીફ.જયુડીમેજી.કોર્ટ હળવદ, હળવદ પો.સ્ટે.એ.પાર્ટ ગુ.ર.નં.૨૧૦/૨૧ ના કામે મોરબી સબ જેલના કાચા કામના કેદી અશ્વીન હસમુખભાઇ પરમાર, ઉ.વ. ૧૯ રહે. હળવદ વાળાને તા.૧૭/૫/૨૧ થી તા.૧૮/૦૮/૨૧ સુધીના વચગાળાના જામીન પરથી જેલ મુકત કરવામા આવેલ હતો પરંતુ તા.૧૮/૦૮/૨૦૨૧ ના રોજ મોરબી સબ જેલ ખાતે હાજર થવાનુ હોય પરંતુ આરોપી વચગાળાના જામીન પરથી પરત હાજર થયેલ ન હોય આજે આ કાચા કામના કેદીને હળવદ બસ સ્ટેશન પાસેથી ઝડપી લઇ મોરબી સબ જેલ ખાતે મોકલી આપેલ હતો. આ કામગીરી એલસીબી પીઆઇ વી.બી.જાડેજા, પીએસઆઇ એન.બી.ડાભી, એ.એસ.આઇ. પોલાભાઇ ખાંભરા, સંજયભાઇ પટેલ, રજનીભાઇ કૈલા, કૌશીકભાઇ મારવણીયા, પો.હેડ.કોન્સ. વિક્રમસિંહ બોરાણા, ચંન્દ્રકાંતભાઇ વામજા, જયવંતસિંહ ગોહીલ, જયેશભાઇ વાઘેલા, સહદેવસિંહ જાડેજા તથા પો.કોન્સ. બ્રિજેશભાઇ કાસુન્દ્રા, ભરતભાઇ મિયાત્રા, અશોકસિંહ ચુડાસમા, સતિષભાઇ કાંજીયા વગેરેએ કરી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..