મોરબી : મોરબી નગરપાલિકા હદ વિસ્તારમાં 8 વોર્ડમાં છેવાડાના વિસ્તારની સોસાયટી તેમજ વાડી વિસ્તારમાં ભૂગર્ભ ગટર, પીવા માટેના પાણીની લાઇન, સ્ટ્રીટ લાઈટ તથા રોડ રસ્તા માટે વિધાનસભાની વચગાળાની ચૂંટણી બાદ રાજ્ય સરકાર દ્વારા આશરે 45 કરોડ જેટલી રકમ મંજુર કરી હતી. જે અંગે આ જુદા જુદા વિસ્તારમાં ગટર તથા પાણીની લાઇન માટે એસ્ટીમેટ તૈયાર કરી જીયુડીએમ ગાંધીનગરને વહીવટી મંજૂરી અર્થે મોકલી આ વહીવટી મંજૂરી વહેલાસર મળે તે હેતુથી રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને ગાંધીનગર રૂબરૂ રજુઆત કરી હતી. આ પ્રશ્નોની રજુઆત અર્થે મુખ્યમંત્રીને મોરબી- માળિયાના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા, નગરપાલિકા પ્રમુખના પતિ કે.કે. પરમાર, સતવારા સમાજના આગેવાન વિજયભાઈ પરમાર, દિનેશભાઇ પરમાર, જયંતિભાઈ ડાભી સહિતનાએ સફળ રજુઆત કરી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..