મોરબી : મોરબીમાં છેલ્લા એકાદ મહિનાથી પોલીસે જુગારીઓ ઉપર ધોસ બોલાવવાનું ચાલુ કરતા તેની અસર દેખાઈ હોય અથવા તો તહેવારના માહોલમાં પોલીસ ઢીલી પડી હોય તેમ ગઈકાલે જુગારનો એક જ દરોડો પડ્યો હતો જેમાં બે જુગારી 1270ની રોકડ રકમ સાથે ઝડપી લેવામાં આવ્યા હતા. મોરબી સીટી બી ડીવીઝન પોલીસે વીશીપરા સ્મશાન રોડ, પટણી માતાનાં મંદીર પાસે જાહેર રોડ ઉપર જુગાર રમતા જયંતીભાઇ મેરૂભાઇ સાલાણી અને ઉસ્માનભાઇ ઉમરભાઇ મુલ્લાને રોકડા રૂ.૧૨૭૦ સાથે ઝડપી લઈ જુગારધારા હેઠળ કાર્યવાહી કરી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..