ગુજકોપ મોબાઇલ પોકેટએપ-સર્ચ એપ્લીકેશનની મદદથી શંકાસ્પદ રીક્ષા શોધી કાઢતી એસ.ઓ.જી. ટીમ મોરબી : મોરબીમાં એસઓજી ટીમે ગુજકોપ મોબાઇલ પોકેટએપ-સર્ચ એપ્લીકેશનની મદદથી શંકાસ્પદ રીક્ષા શોધી કાઢી હતી અને આ રીક્ષા ચોરી કરનાર અઠંગ તસ્કરને ઝડપી લીધો હતો. તેમજ રીક્ષા કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી એસ.ઓ.જી. ના પીઆઇ જે.એમ.આલના માર્ગદર્શન હેઠળ મોરબી એસ.ઓ.જી.ટીમ બ્રાન્ચને લગતી કામગીરી સબબ વાહન ચેકિંગમાં હતી તે દરમ્યાન એસઓજી સ્ટાફે ઇ-ગુજકોપ મોબાઇલ પોકેટકોપ મોબાઇલ એપના માધ્યમથી સીએનજી રીક્ષા નંબર GJ-36-U-6406 ચેક કરતા આ રીક્ષા ચાલક હાજીભાઇ અકબરભાઇ માણેક (ઉ.વ.૨૧, ધંધો-રીક્ષા ડ્રાઇવીંગ, રહે.લીલાપર રોડ, હોથીપીરની દરગાહ પાછળ, વજેપર રોડ, હોકળા કાઠે, મોરબી-૧) એ ચોરી અને છળકપટપુર્વક મેળવી હોવાનું ખુલ્યું હતું. આથી પોલીસે એક ઓટો રીક્ષા કિ.રૂ.૫૦,૦૦૦ તથા મોબાઇલ ફોન-૧ કિ. રૂ.૧,૦૦૦ મળી કુલ રૂ. ૫૧,૦૦૦ નો મુદામાલ કબજે કરી તેમજ ઉપરોક્ત ઇસમને હસ્તગત કરી મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનને સોંપીને ધોરણસર કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરી છે. પોલીસની તપાસમાં આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોવાનું ખુલ્યું છે. જેમાં મોરબી તાલુકા, મોરબી સીટી એ ડીવીઝન અને વાંકાનેર તાલુકામાં વાહન ચોરીના ગુન્હામાં પકડાયેલ છે. આ કામગીરીમાં એસ.ઓ.જી. સ્ટાફ ASI કિશોરભાઇ મકવાણા, HC રસિકભાઇ કડીવાર, મુકેશભાઇ જોગરાજીયા, શેખાભાઇ મોરી, મહાવીરસિંહ પરમાર, PC સતિષભાઇ ગરચર ડ્રા.સંદિપભાઇ માવલા તથા WLK પ્રિયંકાબેન પૈજા સહિતના જોડાયા હતા. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..