સવારે જિલ્લા કાર્યાલયના ઉદઘાટન બાદ પત્રકાર પરિષદ અને કાર્યકર્તાઓ સાથે મુલાકાત મોરબી : આગામી વિધાનસભા ચૂંટણીમાં પુરી તાકાતથી મેદાને ઉતરવા આમ આદમી પાર્ટી દ્વારા અત્યારથી જ તૈયારીઓ આરંભી છે. જે અંતર્ગત આવતીકાલે શુક્રવારે સુરતના અગ્રણી ઉદ્યોગપતિ અને આમ આદમી પાર્ટીના નેતા એવા મહેશ સવાણી મોરબીની મુલાકાતે આવી રહ્યા છે. આમ આદમી પાર્ટી મોરબીના સૂત્રોના જણાવ્યા મુજબ આપ નેતા અને અગ્રણી ઉદ્યોગપતિ મહેશ સવાણી આવતીકાલે સવારે મોરબી આવી રહ્યા છે. તેઓ મોરબી મુલાકાત દરમિયાન અત્રેના કેનાલ રોડ ઉપર અવની ચોકડી નજીક આવેલા પાટીદાર શોપિંગ સેન્ટર ખાતે આમ આદમી પાર્ટીના જિલ્લા કાર્યાલયનું ઉદઘાટન કરશે. કાર્યાલય ઉદઘાટન બાદ મહેશ સવાણી પત્રકાર પરિષદને સંબોધન કરશે. મોરબી મુલાકાત દરમિયાન આમ આદમી પાર્ટીના અગ્રીમ હરોળના નેતા મહેશ સવાણી રવાપર-ધુનડા રોડ ઉપર આવેલ ઇન્દ્રપ્રસ્થ પાર્ટીપ્લોટ ખાતે કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરશે અને આગામી સમયમાં મોરબી જિલ્લામાં આમ આદમી પાર્ટીનો દબદબો વધે તે માટે કાર્યકર્તાઓ સાથે મહત્વપૂર્ણ બાબતો અંગે ચર્ચા વિચારણા કરનાર હોવાનું જાણવા મળે છે. હાલમાં મહેશ સવાણીની મુલાકાતને લઈ તૈયારીનો ધમધમાટ જોરશોરથી ચાલી રહ્યો છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..