મોરબી : પવિત્ર શ્રાવણમાસ તહેવારોનો મહિનો છે અને શ્રાવણ માસ પૂર્વે દિવસાથી શરૂ થતાં વ્રત પૂજન શ્રાવણી અમાસ સુધી ચાલતા હોય છે ત્યારે આજે શ્રાવણ વદ ચોથ એટલે કે બોળચોથ નિમિતે આજે બહેનો - માતાઓ દ્વારા ગૌ પૂજન કરી આપણી સંસ્કૃતિમાં રહેલ ગૌ પૂજનના માહાત્મ્યની પરંપરા અનુસરી હતી. બોળચોથ વ્રત અંતર્ગત મોરબીમાં જુના વિસ્તારોમા દરબારગઢ, ગ્રીનચોક, રવાપર રોડ, શનાળા રોડ, સામાકાંઠા વિસ્તારમાં આવેલા મહાવીર નગર, આનંદનગર, મધુવન, વૃંદાવન, ઋષભનગર, શ્રીમદ રાજ, નિત્યાનંદ, પાવન પાર્ક વગેરે સોસાયટીની બહેનોએ ગાય માતાનું પૂજન કર્યું હતું. મોરબીના જાણીતા શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દિલીપભાઈ દવેએ શાસ્ત્રોક્ત મહિમાં આપતા જણાવ્યું કે ગાય માતાના રૂંવાડે રૂંવાડે દેવ રહેલા છે. તેમાં તેત્રીસ કરોડ દેવતાનો વાસ હોય છે. જેથી ગાયના અંગો ઉપાંગો અને મળ મૂત્રનો પણ પૂજાકાર્યમાં ઉપયોગ થાય છે. ગાવો વિશ્વસ્ય માતર: વૈજ્ઞાનિક દ્રષ્ટિએ ગાયનું દૂધમાં, દહીમાં, ઘી, માખણ વગેરેમાંથી જે તત્વ મળે છે. જે અન્ય પશુઓમાં નથી હોતું. અન્ય પશુઓના દૂધ કરતા વધુ ઝડપથી પાચન થાય છે. તેમના દૂધથી બાળકોની બુદ્ધિ વધુ સારી રહે છે. આમ ગાયનું સંરક્ષણ, સંવર્ધન અને ઉછેર સારી રીતે થાય એ પણ ગાય માતાની સેવાપૂજા બરાબર હોવાનું તેમને અંતમાં જણાવ્યું હતું. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..