મોરબી : મોરબીના ખાખરાળા ગામના એચ.ડી. વડાવીયાએ સિંચાઈ વિભાગને રજુઆતમાં જણાવ્યું કે વાવડીથી માનસર સુધીના વિસ્તારમાં પાણીના મળવાથી ખેડૂતો કફોડી સ્થિતિમાં છે. 14 ગામના ખેડૂતો ઘણા સમયથી પાણી માટે સરકાર સામે આંદોલન કરી રહ્યા છે તેમ છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી. ચૂંટણીનાં સમયે જનતા સામે મોટા મોટા બણગાં ફૂંકીને મત લઈ જનારા ભાજપના જ ખેડૂત નેતાઓ મુશ્કેલીના સમયે જ કેમ સમજતા નથી ? તેમ તેઓએ અંતમાં અણીયારો સવાલ પૂછ્યો છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..