મોરબી : રાષ્ટ્રીય શાયર અને ગુજરાતના પ્રસિધ્ધ લોકસાહિત્કાર ઝવેરયંદ મેઘાણીની ૧૨૫મી જન્મજયંતી નિમિત્તે ‘‘કસુંબીનો રંગ’’ ઉત્સવની ઉજવણીનું જિલ્લા વહિવટીતંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગોનું કલ્યાણના રાજયકક્ષાના મંત્રી વાસણભાઇ આહિરના અધ્યક્ષ સ્થાને યોજાશે. મોરબી નગરપાલીકા ટાઉનહોલ ખાતે તા.૨૮ના શનિવારે ૧૦ વાગ્યે આયોજિત આ કાર્યક્રમમાં ઝવેરચંદ મેઘાણીના જીવન કવન પર આાધારિત કલાકારો દ્વારા પ્રસ્તુતિ પણ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં કોવીડ-૧૯ની સરકારની ગાઇડલાઇન અનુસાર મોરબી નગરજનોને કર્યક્રમમાં ઉપસ્થિત રહેવા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આમંત્રણ પાઠવવામાં આવે છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..