નીચી માંડલથી ઝીકીયારી વચ્ચે રોડનું કામ અધૂરું મૂકી દેવાતા લોકોને ભફ થવાનો ડર મોરબી : મોરબી તાલુકાના નીચી માંડલથી ઝીકીયારી જતા રોડનું કામ ચાલુ થયા બાદ અધૂરું મૂકી દેવાતા લોકોને પથ્થરોથી ઉબડ ખાબડ રોડ ઉપર ગમે ત્યારે અકસ્માતે હાડકા તૂટવાનો ભય સતાવી રહ્યો છે અને આજુબાજુના ત્રણથી ચાર ગામના લોકો સરકારને અમિતાભ બચ્ચનની એક બાર તો પધારીયે ગુજરાત જાહેરાતની જેમ એક વાર ઝીકીયારી આવવા ટકોર કરી રહ્યા છે. કોરોના મહામારી સમયમાં પ્રથમ લોકડાઉનમાં મોરબીના નીચી માંડલથી ઝીકીયારી માર્ગનું કામ ચાલુ કરવામાં આવ્યું હતું પરંતુ કોઈપણ કારણોસર આ માર્ગ ખરેડા સુધી બનાવવામાં આવ્યો છે અને ખરેડાથી ઝીકીયારીનો રોડ બાકી રાખી દઈ છેલ્લા 6 માસથી કામ બંધ કરી દેવાતા લોકો ઉબડ ખાબડ માર્ગથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.અને જેટલો માર્ગ બન્યો છે તે પણ તૂટી જતા લોકો ભારે હેરાન પરેશાન થઇ રહ્યા છે. જો કે, નીચી માંડલથી ઝીકીયારી સુધીના માર્ગનું કામ માર્ગ અને મકાન વિભાગ હસ્તક હોય આ મામલે નાયબ કાર્યપાલક ઈજનેર હિતેશ આદ્રોજાએ રોડનું કામ ચોમાસાના કારણે બંધ હોવાનું અને જેટલો માર્ગ બન્યો છે ત્યાં પણ ડામરની લહર પાથરવાની બાકી હોવાનું અને ચોમાસા બાદ આ કામ હાથ ઉપર લેવાશે તેમ જણાવ્યું હતું. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..