પ્રમુખ તરીકે વિપુલભાઈ કોરડીયા અને ઉપપ્રમુખ તરીકે સુનિલભાઈ પટેલ તથા વિશાલભાઈ મારવાણીયા મોરબી : પેપરમિલ એસો. ૨૦૧૧થી એક પરિવારની જેમ અસ્તિત્વમાં છે અને ભવિષ્યમાં પણ રહેશે. કિરીટભાઈ ફૂલતરીયાની અધ્યક્ષતામાં એસોસિએશનની મિટિંગ મળી હતી. જેમાં કિરીટભાઈ તથા અમૃતભાઈ ભૂતની આગેવાની હેઠળ નિમણુંક થવા પામેલ છે, જે સમસ્ત બોડીનો કાર્યકાળ ૧ -૯ -૨૦૨૧ થી ૩૧ - ૮ - ૨૦૨૩ સુધી અસ્તિત્વમાં રહેશે. જેમાં પ્રમુખ તરીકે વિપુલભાઈ કોરડીયા (મિલેનિયમ પેપર મિલ), ઉપપ્રમુખ તરીકે સુનિલભાઈ પટેલ (રાધેશ્યામ પેપર મિલ) તથા વિશાલભાઈ મારવાણીયા (ધ્રુવ ક્રાફટ), સેકરેટરી : ભાવિકભાઈ ભટ્ટ (હરિકૃપા પપેર્સ), સંયુક્ત સેક્રેટરી તરીકે ભાવેશભાઈ આદ્રોજા (પનામા પપેર મીલ), ખજાનચી તરીકે બળદેવભાઈ નાયકપરા (વિલ્સન પપેર મીલ)ની વરણી કરવામાં આવી છે. આ સાથે પર્યાવરણ સમિતિમાં કિરીટભાઈ ફૂલતરીયા (તીર્થક પેપર મિલ), મનીષભાઈ કાસુન્દ્રા (દિયાન પપેર્સ), પ્રવીણભાઈ મારવણીયા (બેલ મલ્ટિક્રાફ્ટ), વિપુલભાઈ પટેલ (સોપાન પપેરમીલ) તેમજ GST તથા કસ્ટમ્સ સમિતિમાં બિપીનભાઈ વડસોલા (ઓરઝોન પપેર્સ), સ્મિતભાઈ દેત્રોજા (ટ્ટોન્ઝા પપેર્સ) અને મનોજભાઈ પંડ્યા (બેલ મલ્ટિક્રાફ્ટ) તેમજ સામાજિક તથા કાયદાકીય સમિતિ શૈલેષભાઇ દેત્રોજા (પાર્થ પપેર્સ), હિરેનભાઈ અગોલા (સોમનાથ પેપર મિલ), અર્જુનભાઈ સીતાપરા (એરિકોન પેપર મિલ)ની વરણી કરવામાં આવી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..