માટેલધામ ખાતે ધ્વજારોહણ અને વૃક્ષારોપણ કરી મહાનુભાવોની હાજરીમાં રોડને ખુલ્લો મુકાયો મોરબી : મોરબી સીરામીક ઉદ્યોગકારોએ ગાંધીનગરથી 80/20ની યોજના મંજુર કરાવી ઉબડ-ખાબડ માટેલ રોડનું 12.51 કરોડથી વધુના ખર્ચે નિર્માણ કરી આજ રોજ તેનું ઉદઘાટન કર્યું છે. આ સાથે માટેલધામ ખાતે ધ્વજારોહણ અને વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. મોરબીના ઉદ્યોગકારો દ્વારા આવન-જાવનમાં પડતી મુશ્કેલી ઉપરાંત યાત્રાધામ માટેલ ખાતે આવતા સેંકડો શ્રદ્ધાળુઓની મુશ્કેલીનો કાયમી ઉકેલ લાવવા રાજ્ય સરકારના ઉદ્યોગ વિભાગ મારફતે 80/20 યોજના મંજુર કરાવી રૂપિયા 12.51કરોડના ખર્ચે સિમેન્ટ રોડનું કામ મંજુર કરાવી ઉદ્યોગકારો દ્વારા પોતાના હિસ્સાના 2.5 કરોડ ઉપરાંત વધારાના એકાદ કરોડનો ખર્ચ કરવાની સાથે -સાથે રોડ નિર્માણ દરમિયાન સિમેન્ટ રોડની મજબૂતી વધે તે માટે નિયમિત પાણી પાવાથી લઈ દરેક બાબતોની તકેદારી રાખવામાં આવી હતી. વધુમાં હાલમાં ઉદ્યોગકારોના સહયોગથી ફક્ત નવ મહિનામાં જ નવો સિમેન્ટ રોડ તૈયાર કરાયો છે જેની લંબાઈ 6.5 કિલોમીટર છે અને પહોળાઈ 7 મીટર અને બન્ને તરફ એક-એક મીટર માટીકામ મળી કુલ નવ મીટર પહોળા માર્ગમાં સામાન્ય રીતે 8 ઈંચ જાડાઈનો રોડ બનતો હોય છે પરંતુ ઉદ્યોગકારોના તન,મન,ધનથી સહયોગ સરકારી યોજનામાં ભળતા આ નમૂનેદાર અને ટકાઉ, મજબૂત રોડ 1ફૂટ જાડો બનાવવામાં આવ્યો છે જેને આગામી પાંચ વર્ષ સુધી કઈ જ થાય તેમ ન હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. આમ, ઉદ્યોગકારોની લોકભાગીદારીથી નિર્માણ થયેલા આ મજબૂત માર્ગનું આજે સીરામીક એસોશિએશન, માટેલ રોડ સીરામીક ઉદ્યોગકારો, માટેલ સીરામીક વેલી દ્વારા સાંસદ મોહનભાઇ કુંડારીયા અને જિલ્લાના પદાધિકારીઓ તેમજ અધિકારીઓની ઉપસ્થિતિમાં માટેલ ખોડિયાર માતાજીના મંદિરે ધ્વજારોહણ તેમજ વૃક્ષારોપણ કરી લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..