પેસ્ટીસાઇઝ્ડ મુક્ત ખોરાક ખાઈને મોરબીવાસીઓ હવે એકદમ તંદુરસ્ત રહી શકશે : 256થી વધુ પ્રોડક્ટ ઉપલબ્ધ મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : આજના ઝડપી અને ભેળસેળભર્યા યુગમાં ચોખ્ખા ખાદ્યખોરાક મળવા મુશ્કેલ છે. પણ મોરબીવાસીઓ માટે ચોખ્ખી વસ્તુ લેવી હવે બિલકુલ અઘરું નહી રહે. કારણકે મોરબીમાં આજથી સજીવન ઓર્ગેનિક મોલના શ્રીગણેશ થયા છે. તો હવે મોરબી પેસ્ટીસાઇઝ્ડ મુક્ત ખોરાક ખાઈને એકદમ તંદુરસ્ત રહી શકશે. મોરબીવાસીઓનું આરોગ્ય સુખમય રહે અને સૌ તંદુરસ્ત બને તેવા શુભઆશય સાથે મોરબીમાં ઓર્ગેનિક પ્રોડક્ટના સૌથી મોટા સજીવન મોલનો મોરબીમાં રવાપર રોડ ઉપર લીલા લહેરની સામે વિદ્યુતનગર સોસાયટીમાં શોપ નં 1માં શુભારંભ કરવામાં આવ્યો છે. અહીં હેલ્થ સપ્લીમેન્ટ, મસાલા, ખાદ્ય તેલ, મુખવાસ, ખાખરા, ભાખરી, પાપડ, ખાંડ, શરબત, હર્બલ ટી, મિલ્ક ટી, મધ સહિતની 256થી વધુ પ્રોડક્ટ ઉપલબ્ધ છે. તંદુરસ્ત મોરબી, તંદુરસ્ત ગુજરાતના સંકલ્પને સિદ્ધ કરવા સજીવન ઓર્ગેનિક ફાર્મમાં સર્ટિફાઇડ અસલ ઓર્ગેનિક પ્રોડક્ટ મળશે. આ મોલ આજ રોજ સવારે 8 વાગ્યાથી ખુલ્લો મુકાયો છે. આ મોલમાં ઉદ્દઘાટક તરીકે બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના પૂ. હરિસ્મરણ સ્વામી અને પૂ. મંગલપ્રકાશ સ્વામીએ પધારીને આશિર્વચન પાઠવ્યા છે. આ વેળાએ સાંસદ, ધારાસભ્યો તેમજ શિક્ષણ જગતના મોભીઓ તેમજ બિલ્ડર્સ હિતેશભાઈ સવસાણી, ઉત્તમ કેટરર્સવાળા હિતેશભાઈ વાછાણી, માજી સરપંચ-નવાગામના રમેશભાઈ ફેફર, ઉત્તમ કેટરર્સવાળા વિમલભાઈ વાછાણી અને સર્વોપરી સ્ટેશનરીવાળા જયદીપભાઈ બરાસરાની ઉપસ્થિતિ રહી હતી. વધુ વિગત માટે મો.નં. 7600874009 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.