રોડનું કામ ચાલતું હોય ખોદકામ દરમિયાન ગેસ લાઈનમાં ભંગાણ અડધો કલાક ગેસ પુરવઠો ખોરવાયો મોરબી : મોરબીના દલવાડી સર્કલે રોડના કામમાં ખોદકામ દરમિયાન ગેસની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા દોડધામ થઇ પડી હતી. જો કે, ગેસ કંપની દ્વારા તાબડતોબ રીપેરીંગ કામ કરી લેવાયું હતું. સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાની થઇ ન હતી પરંતુ અડધો કલાક જેટલો સમય સુધી ગેસ પુરવઠો ખોરવાઈ ગયો હતો. જાણવા મળતી વિગતો મુજબ આજે દલવાડી સર્કલ નજીક રોડના કામકાજ દરમિયાન ખોદકામ ચાલી રહ્યું હતું ત્યારે ગેસની લાઈનમાં ભંગાણ થતા અફડાતફડીનો માહોલ છવાયો હતો. જો કે ગેસ કંપનીની ટીમે તુરત જ ગેસ સપ્લાય બંધ કરી રીપેરીંગ કાર્ય હાથ ધર્યું હતું. ગેસ કંપનીની સતર્કતાથી આ ઘટનામાં કોઈ જાનહાની સર્જાઈ ન હતી પરંતુ અડધો કલાક સુધી ગેસ પુરવઠો ખોરવાઈ જવા પામ્યો હતો. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..