અનુયાયીઓની ઉપસ્થિતિમાં વવાણીયા ખાતે થશે દફનવિધિ મોરબી : મોરબી મુસ્લિમ સમાજના ધર્મગુરુ અને બહોળો અનુયાયી વર્ગ ધરાવતા સૈયદ હાજી અલ્લાયા અહેમદ કાદરી જીલ્લાની અદાએ મુસ્તફા પીરે સેવન સરકારનું ગઈકાલે નિધન થતા ગમગીની છવાઈ છે અને આજે વવાણીયા ખાતે તેમની દફનવિધિ કરવામાં આવશે. મોરબી મુસ્લિમ સમાજના ધર્મગુરુ સૈયદ હાજી અલ્લાયા અહેમદ કાદરી જીલ્લાની અદાએ મુસ્તફા પીરે સેવન સરકારે તારીખ 24ના રોજ સાંજે 5:17 મીનિટે વિસાલ કરેલ છે. પીરે તરીકરની વિસાલથી એમના મુરીદો અને મુસ્લિમ સમાજમાં ગમગીન છવાઈ જવા પામી છે. આજે ધર્મગુરુ સૈયદ હાજી અલ્લાયા સેવન સરકારપીરની દફનવિધિ વવાણીયા ગામ ખાતે રાખવામાં આવેલ છે. તેવું એમના સહેજાદા શકિલ અહેમદ કાદરીની યાદી માં જણાવવામાં આવ્યું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..