રાણી મહેલની રાંગના છેડે ઘેટીયાવાસમા આઈ ચાપલના જન્મ સ્થાન પાછળ બિરાજમાન હજારો વર્ષ પુરાણા દેવાધિદેવના મંદિરનો રસપ્રદ ઇતિહાસ ટંકારા : ટંકારા શહેરનુ નામ અંદાજે (૨૦૨૧ મા) ૪૨૮ વર્ષ પહેલાં ઢંકપુર હતુ અને ટંકારા ગામને ચાર દરવાજા હતા. જેમા ઉગમણુનાકુ, મોરબીનાકુ, નગરનાકુ અને દેરીનાકુ તરીકે પ્રવેશ દ્વાર હતા. જ્યારે રાણી મહેલની બને બાજુ બનાવેલા ઘાટ જે ઘેટીયાવાસના રસ્તાને ખડકીનાકા તરીકે ઓળખાય છે, ત્યા ટંકારા નામકરણ પહેલાનુ અતિ પ્રાચીન અને ચમત્કારિક શિવલિંગ આવેલુ છે. ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિરે પ્રવિત્ર શ્રાવણ માસ અને શિવરાત્રી દરમિયાન ભાવિકો શ્રધ્ધા અને ભક્તિ સાથે શિશ ઝુકાવે છે. અને દાદા દયાળુ તમામ ભક્તોની મનોકામના પૂર્ણ કરતા હોવાની માન્યતા છે. આદિશક્તિ હાલના પાકિસ્તાનના બલુચિસ્તાન ખાતે પ્રથમ શક્તિપીઠમાં હિંગળાજનો અંશ આઈ ચાપલમાંના જન્મ સ્થાનની પાછળ આવેલુ છે. જ્યા આઈ ચાપલ માતાજી શિવપુજન કરતા હતા. હાલ અહિં ટંકારાના ગોર ભાવિન હસુભાઈ રાવલ પગાર વગર સેવા પુજા કરે છે. આ પૌરાણિક ચંદ્રમૌલેશ્વર મહાદેવનો અનેરો મહિમા છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..