વાંકાનેર : વાંકાનેર નેશનલ હાઇવે ઉપર રાજસ્થાની ટ્રક ચાલકે રસ્તે ચાલીને જતા યુવાનને હડફેટે લઈ ટાટા સુમો ગાડીને પણ ઝપટે ચડાવતા ફરિયાદ નોંધાઈ છે. વાંકાનેર સરતાનપર ચોકડી નજીક ટાટા સુમો ગાડી લઈને જઈ રહેલા રાજકોટના રાજેશભાઇ દામજીભાઇ ચોલેરાની ગાડીને ટ્રક નં. RJ-32-GC-0828ના ચાલક વિક્રમસીંગ પૃથ્વીસીંગ ગુજ્જર (રહે. કેશવાના રાજપુત, તા.કોટપુતલી, જી.જયપુર)એ ઇન્ડિકેટર માર્યા વગર ટ્રક વાળી લેતા કારમાં નુકશાન પહોચાડ્યું હતું. આ ઉપરાંત જોખમી રીતે ટ્રક ચલાવી રસ્તે ચાલીને જતા અર્જુન નામના વ્યક્તિને હડફેટે લઈ હાથે પગે તથા માથાના ભાગે ઇજા કરતા રાજેશભાઈએ ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધી આરોપી ટ્રક ચાલકને અટકાયતમાં લેવા કાર્યવાહી હાથ ધરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..