વિશાળ કાર્પેટ એરિયા ધરાવતા તેમજ આધુનિક સગવડો ધરાવતા 59 રૂમો સાથે વાઈલ્ડ ફ્લાવર સ્પાની સુવિધા : મલ્ટી ક્યુઝીન રેસ્ટોરન્ટનું ચટાકેદાર ફૂડ સૌના મન મોહી લેશે મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીની મહેમાનગતિ હવે દમદાર બનવાની છે. કારણકે મોરબી શહેરમાં અનેક આધુનિક સુવિધાઓથી સજ્જ શહેરની સૌ પ્રથમ 4** સ્ટાર હોટેલ 'સરોવર પોર્ટિંકો - મોરબી'નો શુભારંભ થયો ગયો છે. જેમાં શહેરની બીજી તમામ હોટેલ કરતા વિશાળ કાર્પેટ એરિયા ધરાવતા તેમજ આધુનિક સુવિધા ધરાવતા 59 રૂમો આપની મહેમાનગતિ કરવા સજ્જ છે. આ સાથે નાના ફંક્શન જેવા કે બર્થડે સેલિબ્રેશન, રિંગ સેરેમોની, કીટી પાર્ટી, વગેરે માટે મલ્ટી ક્યુઝીન ફૂડ ધરાવતું ફ્લેવર્સ રેસ્ટોરન્ટ આપને તથા આપના પરિવારના વિવિધ પ્રકારની વાનગીઓથી મન મોહી લેશે. આ સાથે વાઈલ્ડ ફ્લાવર સ્પા તો ખરુજ. મોરબી-વાંકાનેર ના નેશનલ હાઇવે 8અ પર રફાળેશ્વર પાસે આવેલ ઉપર ઇસ્કોન ટાઇલ્સ ઝોન ઉપર, ભારતની જાણીતી સરોવર પોર્ટિંકો બ્રાન્ડની 4** સ્ટાર હોટેલનો ભવ્ય શુભારંભ થયો છે. જેમાં વિવિધ શ્રેણીઓના કુલ 59 રૂમો ની સાથે ફિટનેસ ક્લબ, બોર્ડ રૂમ,સ્પા સહિતની અનેકવિધ સુવિધાઓ છે. આ હોટેલના દરેક રૂમો મોરબીની બીજી હોટેલો કરતા ઘણા મોટા, આધુનિક સુવિધા ધરાવતા છે, જેમાં મીની બાર, 24 કલાક રૂમ સર્વિસ તેમજ ઇન હાઉસ લોન્ડ્રિ સહિતની સવલતો સામેલ છે. હોટેલના પ્રીમિયમ રૂમની સાઇઝ 480 ફૂટ, જુનિયર સ્વીટની સાઇઝ 580ફૂટ અને એક્ઝિક્યુટિવ સ્વીટની સાઇઝ 620 ફૂટ છે. આ ઉપરાંત અહીં ફ્લેવર્સ નામનું મલ્ટી ક્યુઝીન રેસ્ટોરન્ટ પણ છે. જેમાં આપને ઇન્ડિયન, ચાઈનીઝ અને કોન્ટેન્ટલ, ઈટાલિયન, મેક્સિકન ફૂડ મળશે. અહીં દરેક ચટપટી વાનગીઓ ખુબજ હાઈજીનીક રીતે વિશેષ કાળજી સાથે બનાવવામાં આવે છે. અહીંની વાનગીઓનો ચટાકો પણ એવો છે કે જે ગ્રાહકોને વારંવાર અહીં ખેંચી લાવવા મજબુર કરશે. ઉલ્લેખનીય છે કે સરોવર પોર્ટિંકો બ્રાન્ડ હોસ્પિટાલિટી ક્ષેત્રે ખૂબ પ્રખ્યાત છે. હવે મોરબીને પણ તેનો લાભ મળ્યો છે. તો અહીં એક વખત અવશ્ય પધારો. વધુ વિગત માટે હોટેલના જનરલ મેનેજર નીતિન શિવપુરી મો.નં. 7567571000નો સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.