પોલીસે ત્રણ સ્થળે દરોડા પાડી સ્થળ પરથી લાખોનો મુદામાલ જપ્ત કર્યો મોરબી : મોરબી જિલ્લામાં શ્રાવણીયા જુગારની બદીને કડક હાથે ડામી દેવા પોલીસે સતત કાર્યવાહી ચાલુ રાખીને મોરબી જિલ્લામાં શ્રાવણીયા જુગાર રમતા 12 જુગારીઓને ઝડપી લીધા હતા. પોલીસે ત્રણ સ્થળે દરોડા પાડી સ્થળ પરથી લાખોનો મુદામાલ જપ્ત કર્યો હતો. પ્રથમ જુગારના દરોડામાં મોરબી તાલુકા પોલીસે બાતમીના આધારે ગઈકાલે મોરબી તાલુકાના જુના સાદુળકા ગામની સીમમાં આવેલ કારખાનાની મજુરની ઓરડીમાં જુગાર રમતા ત્રણ આરોપીઓને રોકડ રૂ. ૨,૧૪,૩૦૦ ના મુદામાલ સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. બીજા જુગારના દરોડામાં હળવદ પોલીસ સ્ટાફે બાતમીના આધારે હળવદના સુંદરીભવાની ગામે સુંદરીભવાની મંદિરની પાછળ સ્ટ્રીટ લાઇટના અજવાળે જાહેરમાં પૈસા પાના વતી નશીબ આધારીત હાર જીતનો તીનપતીનો જુગાર રમતા ચાર લોકોને રોકડા રૂપિયા મળી કુલ મુદામાલ રૂા .૧૨,૧૦૦ સાથે ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે ત્રીજા જુગારના દરોડામાં મોરબી સીટી એ ડિવીઝન પોલીસની ટીમે બાતમીના આધારે ગઈકાલે મોરબીના રવાપર ધુનડા રોડ ઉમીયાનગર સોસાયટી પાસે જાહેરમા ગંજી પતાના પાના વડે પૈસાની હારજીતનો તીનપતીનો નશીબ આધારીત જુગાર રમતા ચારને રોકડા રૂ. ૨૦,૭૫૦ ના મુદામાલ સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..