8 ટીમોએ 213 વીજ જોડાણનું ચેકીંગ કરતા 17માં વીજ ચોરી થતું હોવાનું સામે આવ્યું મોરબી : મોરબીના સામાંકાંઠા વિસ્તારમાં આજે આઠ જેટલી વીજ ચેકિંગ ટુકડીઓ ત્રાટકી હતી અને ઘર વપરાશના વીજ જોડાણનું સઘન ચેકિંગ કર્યું હતું. ચેકિંગના અંતે 4 લાખની વીજ ચોરી ઝડપાઇ હોવાનું જાણવા મળ્યું છે. મોરબીના સામાકાંઠ વિસ્તારમાં આજે ઓચિંતા જ મોરબી ડિવિઝન પીજીવીસીએલની આઠ ટીમો દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં મોરબી પીજીવીસીએલના એક્ઝિક્યુટિવ એન્જિનિયર બાવરવા અને ડે. એન્જીનીયર વાછાણીના માર્ગદર્શન હેઠળ મોરબી ડિવિઝન પીજીવીસીએલની આઠ ટીમો બનાવી પોલીસ બંદોબસ્ત સાથે ત્રાટકી હતી. જેમાં સામાકાંઠે નઝરબાગ રેલવે સ્ટેશન પાસે આવેલ ભાગ્યલક્ષ્મી, બૌદ્ધનગર, ગાંધી સોસાયટી સહિતના વિસ્તારોમાં 213 જેટલા ઘર વપરાશના વીજ જોડાણ ચેક કરવામાં આવ્યા હતા. જેમાંથી 17 કનેક્શનમાં પાવર ચોરી થઈ હોવાનું ખુલ્યું હતું. આથી 4 લાખની પાવર ચોરી પકડાઈ હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..