મોરબી : મોરબીની શારદા સંગીત ક્લાસિસે ગુજરાત સરકાર દ્વારા આયોજિત રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી રચિત લોકગીત સ્પર્ધા અને મોબાઈલ ટુ સ્પોર્ટ્સમાં ગાયન વિભાગમાં નામ રોશન કર્યું છે. આ સંસ્થાના ડાયરેકટર અને ગુરુજી તરીકે તુષારભાઈ ત્રિવેદી, ભાર્ગવભાઈ દવે તથા તુષારભાઈ પૈજાની મહેનતથી વિદ્યાર્થીઓને પોતાની કલા આપી ફૂલની જેમ ખીલવ્યા છે. આ સંસ્થાના વિદ્યાર્થીઓએ સ્પર્ધાના ખૂબ સારું પ્રદર્શન કર્યું છે. જેમાં લગ્નગીતમાં 6થી 14 વર્ષની કેટેગરીમાં ધોળકિયા ધ્વનિએ પ્રથમ નંબર, 15થી 20 વર્ષમાં ત્રિવેદી દિયાએ દ્વિતીય નંબર મેળવ્યા છે. સાથે 15થી 20 વર્ષમાં લોકગીત અને મોબાઈલ ટુ સ્પર્ધામાં ભજનમાં રાઠોડ ચંદુએ પ્રથમ નંબર, સુગમ ગીતના ગૌસ્વામી અવનીએ પ્રથમ નંબર, 6થી 14 વર્ષમાં શાસ્ત્રીય સંગીતમાં ધ્રુવી કડીવારે પ્રથમ નંબર, 21થી 59 વર્ષમાં ભીમાણી જાનકીએ લોકગીતમાં પ્રથમ નંબર મેળવ્યો છે. આ સાથે લગ્ન ગીતમાં ત્રિવેદી ઉર્વશીબેને પ્રથમ નંબર, શાસ્ત્રીય સંગીતમાં ભાર્ગવભાઈ દવેએ દ્વિતીય નંબર અને લોકગીતમાં ચાવડા સોનલે તૃતીય નંબર મેળવ્યો છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..