મોરબી : રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મજયંતી નિમિતે તાજેતરમાં રાજ્યકક્ષાની લોકગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબીના રાઠોડ ચંદુલાલ હિતેશભાઈ ઝળકયો હતો. રાઠોડ ચંદુલાલ હિતેશભાઈએ જિલ્લાકક્ષાની લોકગીત સ્પર્ધામાં મેદાન માર્યા બાદ રાજ્યકક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા પસંદગી થઈ હતી. જેમાં રાજ્યકક્ષાની લોકગીત સ્પર્ધામાં તેણે ઉત્કૃષ્ઠ પરફોર્મન્સ આપીને દ્વિતીય ક્રમે વિજેતા જાહેર થયો હતો. જે બદલ રાઠોડ પરિવારે તેને શુભેચ્છાઓ પાઠવી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..