1800 હેકટર જમીનને સિંચાઈથી વંચિત રાખનાર કોન્ટ્રાકટર વિરુદ્ધ પગલાં ભરવા પણ રજુઆત મોરબી : મોરબી તથા માળીયા તાલુકાના સાત ગામના ખેડૂતોને સિંચાઇ માટે પાણી મળી રહે તે માટે સાકાર થયેલ મચ્છુ - 3 સિંચાઇ યોજનામાં કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારીને પાપે પાઇપલાઇન મારફતે સિંચાઇ માટેનું પાણી ન મળતા પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ મુખ્યમંત્રીને સચોટ રજુઆત કરી ખેડૂતોને તાત્કાલિક પાણી આપવાની સાથે બેદરકારી દાખવાનાર કોન્ટ્રાકટર વિરુદ્ધ પગલાં ભરવા માંગ ઉઠાવી છે. મોરબીના જાગૃત અને લોકલાડીલા પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાના હકારાત્મક પ્રયાસોથી એક જ દિવસમાં હળવદ પંથકના ખેડૂતો સાથે બેઠક યોજી માળીયા તાલુકાના ખેડૂતો માટેનો સિંચાઈ પ્રશ્ન હલ થઈ ગયો છે ત્યારે માળીયા તાલુકાના 6 અને મોરબી તાલુકાના 1 ગામ મળી કુલ સાત ગામના ખેડૂતોની 1800 હેકટરથી વધુ ફળદ્રુપ જમીનને તાકીદે મચ્છુ - 3 સિંચાઇ યોજનમાંથી પાણી આપવામાં આવે તેવી માંગણી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સમક્ષ ઉઠાવવામાં આવી છે. કાંતિલાલ અમૃતિયાએ કરેલી વિસ્તૃત રજુઆતમાં જણાવાયું છે કે મચ્છુ - 3 સિંચાઇ યોજના ખેડૂતો માટેની છે અને મોરબી - માળિયાના ખેડૂતોને સિંચાઇ સુવિધા માટે સરકાર દ્વારા પાઇપલાઇન મારફતે પાણી આપવા યોજના મંજુર કરી કોન્ટ્રાકટ પણ આપી દેવાયો હતો અને આજથી ચાર વર્ષ પૂર્વે જ ખેડૂતોને આ પાઇપલાઇન મારફતે સિંચાઈનો લાભ મળવો શરૂ થવો જોઈતો હતો પરંતુ કોન્ટ્રાક્ટરની બેદરકારીથી આ યોજના સાકાર થઈ શકી નથી. વધુમાં પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સમક્ષ કરેલી રજૂઆતના અંતે બેજવાબદાર કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કાર્યવાહી કરવાની સાથે -સાથે મોરબી અને માળિયાના કમાન્ડ વિસ્તારના ગામોને વરસાદ ખેંચાતા જરૂરિયાતની ઘડીએ તાત્કાલિક સિંચાઇ માટે પાણી આપવા માંગ દોહરાવી હતી. મોરબી અને માળીયા પંથકમાં ખડુતો ઉપર વરસાદ ખેંચાતા મોટી વિપદા આવી પડી છે. તેથી હવે ખેડૂતોને પાકને બચાવવા માટે પાણી આપવામાં જરાય વિલંબ પરવડે એમ નથી. ખેડૂતોની આવી દયનિય હાલત જોઈને પૂર્વ ધારાસભ્ય તેમની વહારે આવ્યા છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..