પોલીસે નેત્રમ સીસીટીવી નેટવર્કની મદદથી બન્ને આરોપીઓને દબોચ્યા પત્રકાર પરિષદમાં વિગતો આપતા ડીવાયએસપી રાધિકા ભારાઈ મોરબી : મોરબીના લાતીપ્લોટ જોન્સ નગરમાં મહોરમ માસ નિમિતે યોજાયેલ તાજિયામાં સાંજના સમયે બાઈક વ્યવસ્થિત રાખવાનું કહેતા મુસ્લિમ યુવાનને બે શખ્સોએ છરીના ઘા ઝીકી મોતને ઘાટ ઉતારતા આ બનાવમાં પોલીસે સીસીટીવી નેટવર્ક નેત્રમની મદદથી બન્ને હત્યારાઓને દબોચી લેવામાં આવ્યા હોવાનું ડીવાયએસપી રાધિકા ભારાઈએ આજે પત્રકાર પરિષદમાં જાહેર કર્યું છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી શહેરના લાતીપ્લોટ જોન્સ નગરમાં મહોરમ માસ નિમિતે તાજીયા યોજાયા હતા. જેમાં અરૂણોદય મિલ નજીક રહેતો ઈરાન ખોડ સક્રિય આયોજક હોય ગત તા.20ના રોજ તાજીયા પાસે બેઠો હતો ત્યારે સાંજના સમયે ફરીદ સાયચા અને ઈમ્તિયાઝ ભટ્ટી નામના બે શખ્સો મોટર સાયકલ લઈને આવ્યા હતા અને વચ્ચે મોટર સાયકલ રાખતા મરણજનાર ઇરાને બન્નેને મોટર સાયકલ વ્યવસ્થિત રાખવા કહેતા આરોપી છરી લઈને તૂટી પડયા હતા. બીજી તરફ ગંભીર રીતે ઘાયલ ઈરાન ખોડને પ્રથમ મોરબી અને બાદમાં રાજકોટ સારવારમાં ખસેડવામાં આવતા ત્યાં સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા પોલીસે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચાંપતો બંદોબસ્ત ગોઠવી દઈ આરોપીઓની ઓળખ મેળવવા અને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવ અંગે વધુ વિગતો આપતા ડીવાયએસપી રાધિકા ભારાઈએ જણાવ્યું હતું કે, મરણ જનાર અને હત્યાને અંજામ આપનાર ઈસમો ગુન્હાહિત ઇતિહાસ ધરાવે છે અને અગાઉ મૃતક ઈરાન ખોડને દાઉદ નામના વ્યક્તિ સાથે સંબંધ હોય જે આરોપીઓને સારું નહિ લાગતા ફરીદ સાયચા અને ઈમ્તિયાઝ ભટ્ટીએ આ હત્યાને અંજામ આપ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. હાલમાં પોલીસની સર્વેલન્સ ટીમે નેત્રમ સીસીટીવી નેટવર્કને આધારે બન્ને હત્યારાઓને ઝડપી લઈ કાયદેસરની કાર્યાવહી હાથ ધરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..