મોરબી : મોરબીમાં ધોળેશ્વ રોડ મામાદેવના મંદીર પાસે જાહેરમાં છુટા હાથની મારામારી કરી હોહા ગોકીરો કરતા બે શખ્સોને ઝડપી લઈ પોલીસે કાયદાનું ભાન કરાવ્યું હતું. જાણવા મળતી વિગતો મુજબ મોરબીના ધોળેશ્વ રોડ મામાદેવના મંદીર પાસે સુરેશભાઇ અવચરભાઇ જંજવાડીયા અને જેરામભાઇ શીવાભાઇ સાલાણી રાત્રીના સમયે જનતાને ખલેલ પહોચે તેમજ જાહેર સુલેહ ભંગ થાય તેવી રીતે તે રીતે એકબીજા છુટા હાથથી મારામારી કરી બખેડો કરતા મળી આવતા પોલીસે બન્ને વિરુદ્ધ ગુન્હો દાખલ કરી કાયદાનું ભાન કરાવ્યું હતું. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..