મોરબીના નારણકા ગામે વાડી વિસ્તાર બનેલી ઘટનાથી અરેરાટી મોરબી : મોરબીના નારણકા ગામે વાડી વિસ્તારમાં ખેતમજૂર પરિવારની માસૂમ બાળકીનું સર્પ ડંશથી કરુણ મોત નીપજ્યું હતું. આ બનાવથી હતભાગી બાળકીના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના નારણકા ગામે હિતેષભાઈ પ્રભુભાઈ ગામીની વાડીએ ખેતમજૂરી કરતા શ્રમિક પરિવારની ત્રણ વર્ષની માસૂમ પુત્રી રીન્કૂબેન નાથાભાઈ બાંમણીયાને ગઈકાલે તા.૨૨ ના રોજ સર્પે ડંશ મારતા ઝેરી અસર થતા તેણીનું કરુણ મોત નીપજ્યું હતું. આ બનાવ બાદ હતભાગી બાળકીના મૃતદેહને મોરબીની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ બનાવની જાણ થતા તાલુકા પોલીસે આ બનાવની નોંધ લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..