નાલાઓનું કામ પૂર્ણ થઈ ગયું હોવા છતાં ખુલ્લા ન મુકાતા ટ્રાફિક સર્જતો હોવાની રાવ મોરબી : મોરબીથી વાંકાનેર નેશનલ હાઇવે પર આવેલા નાલાઓનું કામ પૂર્ણ થઈ ગયું હોય છતાં તેને ખુલ્લા મૂકવામાં ન આવતા ટ્રાફિક સહિતની સમસ્યાઓ સર્જાતી હોવાની રાવ સાથે આ નાલાઓને તાકીદે ખુલ્લા મુકવા બાબતે નગરપાલિકાના વોર્ડ નં. 4ના સદસ્ય જશવંતીબેન શીરોહીયાએ જિલ્લા કલેકટરને રજુઆત કરી છે. રજુઆતમાં જણાવાયું છે કે મોરબી- વાંકાનેર 8એ નેશનલ હાઇવે ઉપર લાલપર, રફાળેશ્વર અને મકનસર ગામ પાસે નેશનલ હાઇવે ઉપર બનાવવામાં આવેલ નાલાઓ એકાદ વર્ષથી કમ્પ્લીટ થઈ ગયેલ છે. તેમ છતાં યેનકેન પ્રકારે આ નાલાઓ ઉપર રાહદારીઓ તથા વાહનોને ચાલવા દેવામાં આવતા નથી. જેના કારણે હાઇવે ઉપર વારંવાર ટ્રાફિકની સમસ્યા ઉભી થાય છે. ડાયવર્ઝન પણ બરાબર ન હોવાના કારણે અકસ્માતનો ભય સતત રહે છે. મોરબીથી વાંકાનેર હાઇવે ઉપર જે વધારાનો ટ્રાફિક થાય છે તેનું મૂળ કારણ આ બંધ પડેલ નાલાઓ છે. તો આ નાલાઓ વહેલી તકે ખુલ્લા મુકવામાં આવે તેવી માંગ છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..