દેશવ્યાપી બંધના એલાનમાં 130 સોની વેપારીઓ જોડાયા મોરબી : સોનાના આભૂષણોમાં ફરજીયાત હોલમાર્કિંગ કરવાના કાયદા સામે આખરે સુવર્ણકારોએ બાયો ચડાવી છે. ફરજીયાત હોલમાર્કિંગ કરવાના કાયદા વિરોધમાં આજે ગુજરાત સહિત સમગ્ર દેશમાં એક દિવસના બંધનું એલાનમાં મોરબીના 130 સુવર્ણકારો જોડાયા છે. આ સોની વેપારીઓએ પોતાના ધંધા રોજગાર બંધ રાખી વિરોધ પ્રદર્શન કર્યું હતું. મોરબીના અગ્રણી સોની વેપારી અને સંગઠનના આગેવાન મહેન્દ્રભાઈ ચોકસી દ્વારા હડતાળ અંતર્ગત વેપારી મિત્રોને જણાવ્યુ હતું કે, હોલમાકિઁગ તથા HUIDના કાયદાના વિરોધમાં આજે સોમવારે એક દિવસ માટે દેશમાં અને ગુજરાતમાં સોના ચાંદીના બજારો બંધ રાખવાનું એલાન આપવામાં આવ્યું હતું. જે અંતર્ગત મોરબી એસોસિએશને પણ આજે સોની બજાર બંધ રાખવાનો નિર્ણય લીધો છે. આજે એક દિવસ પુરતી મોરબીની સોની બજાર સજ્જડ બંધ રહી છે. આ બંધમાં મોરબીના 130 જેટલા સોની વેપારીઓ જોડાયા હતા અને આ સોની વેપારીઓએ પોતાના ધંધા બંધ રાખી ફરજીયાત હોલમાર્કિંગ કરવાના કાયદાનો વિરોધ કર્યો હતો. આજના બંધને પગલે સોની બજારના અંદાજે 2 કરોડના વ્યહવાર ઠપ્પ થઈ ગયા છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..