રાજકોટ, જામનગર અને દાહોદ વચ્ચે 38,864 મુસાફરોએ મુસાફરી કરી દાહોદ માટે 44 બસ રૂટ છતાં હાઉસ ફૂલ જેવી સ્થતિ મોરબી : કોરોના કાળમાં મુસાફરો વગર ખાલી ખમ્મ દોડતી એસટી બસમાં તહેવારો આવતા જ ભીડ જોવા મળી રહી છે ત્યારે રક્ષાબંધન પર્વે છેલ્લા ચાર દિવસમાં મોરબીના બસસ્ટેન્ડમાં મુસાફરો ઉમટી પડતા એસટી વિભાગને ચાર દિવસમાં 16લાખથી વધુની આવક થવા પામી છે.ખાસ કરીને રાજકોટ,જામનગર અને દાહોદ વચ્ચે મુસાફરોની આવન-જાવન વધતા દાહોદ માટે વધુ ચાર બસ દોડાવવી પડી હતી. મોરબી એસટી ડેપોની આવકમાં કોરોના કાળમાં મસ મોટા ગાબડાં પડ્યા બાદ છેલ્લા ચારેક દિવસથી તહેવારોનો ટ્રાફિક વધતા આવકમાં વધારો નોંધાયો છે જે અન્વયે તા.19ના રોજ 3.54 લાખ, તા.20ના રોજ 3.68 લાખ, તા.21ના રોજ 4.53 લાખ અને તા.22ના રોજ સૌથી વધુ 4.54 લાખની આવક નોંધાતા ચાર દિવસમાં કુલ મળીને 14 લાખથી વધુની આવક થવા પામી છે. દરમિયાન કોરોના કાળ બાદ હવે એસટી તંત્ર ફુલ ફ્લેન્જમાં મેદાને આવ્યું છે હાલમાં મોરબીથી રાજકોટ વચ્ચે 108, મોરબી જામનગર વચ્ચે 20 અને મોરબી દાહોદ વચ્ચે 44 જેટલી બસ દોડાવવામાં આવી રહી છે અને તહેવારને પગલે દાહોદનો ટ્રાફિક વધતા એક્સ્ટ્રા ત્રણ બસ દોડાવવામાં આવી હોવાનું એસટીના ડેપો મેનેજર દિલીપ શામળાએ જણાવ્યું હતું મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..