ખેડૂતોને સાથે રાખી જિલ્લા કલેકટરને કરાઈ રજુઆત મોરબી : મોરબી- માળીયાના ખેડૂતોને નર્મદા કેનાલમાંથી પિયતનું પાણી આપવા માટે જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન અજયભાઇ લોરીયા દ્વારા ખેડૂતોને સાથે રાખી જીલ્લા કલેક્ટરને રજુઆત કરવામાં આવી હતી. રજુઆતમાં જણાવાયું હતું કે મોરબી- માળિયા વિસ્તારના નર્મદા કેનાલ હેઠળના કમાન્ડવાળા ગામોમાં વરસાદ ખેંચાતા ઉભો પાક સુકાઈ જાય તેમ છે. ખેડૂતોની રજુઆત હોય અને ખેતી માટે પિયત માટે પાણીની ખાસ જરૂરીયાત ઉભી થયેલ હોવાથી કેનાલમાંથી ખેતી માટે પાણી છોડવામાં આવે તો ખેડૂતોનો પાક બચી શકે તેમ છે. માટે તાકીદે કેનાલમાંથી પાણી છોડવામાં આવે તેવી માંગ છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..