ઠંડા જગના રૂ. 30 : પ્રસંગમાં આવતા કેરબાના રૂ. 20, ઠંડા જગનાં રૂ. 35 મોરબી : મોરબીમાં વોટર સપ્લાયર્સ એસો. દ્વારા ફિલ્ટર પાણીના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. આ ભાવ વધારો આગામી તા.1 સપ્ટેમ્બરના રોજથી અમલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મોરબી વોટર સપ્લાયર્સ એસો. દ્વારા આજે ફિલ્ટર પાણીના ભાવમાં વધારો કરી નવું ભાવપત્રક જાહેર કર્યું છે. જે મુજબ ઘર, ઓફિસ, ઔદ્યોગિક વિસ્તારમાં આવતા મિનરલ વોટરના કેરબાના રૂ. 15 અને ઠંડા જગનાં રૂ. 30 લેવામાં આવશે. જ્યારે શુભ કે અશુભ પ્રસંગે આવતા મિનરલ વોટરના કેરબાના રૂ. 20 તથા ઠંડા જગનાં રૂ. 35 લેવામાં આવશે. આ ઉપરાંત એસોસિએશને ટાંકા નાખવાવાળાના ભાવ પણ નક્કી કર્યા છે. જેમાં 1000 લીટરના નવા ભાવ રૂ. 400 રહેશે. જ્યારે 2000 લીટરના ભાવ રૂ. 800 રહેશે. આ નવા ભાવ આગામી તા.1 સપ્ટેમ્બરના રોજથી અમલમાં આવશે. તેમ એક યાદીમાં જણાવાયું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..